નવી દિલ્હી: ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ મંગળવારે અનેક એક્ટિવ ફાર્માસ્યુટિક ઈન્ગ્રિડિયન્ટ (API) અને આ APIથી બનેલા ફોર્મ્યુલેશનની નિકાસ પર રોક લગાવી છે. આ APIમા પેરાસિટામોલ અને ટિનિડાઝોલ પણ સામેલ છે. દેશમાં આ ડ્રગ્સની અછતને લઈને આ પગલું લેવાયું છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સે જણાવ્યું કે રોક તત્કાળ પ્રભાવથી લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે અન્ય એપીઆઈ અને ફોર્મ્યુલેશનમાં મેટ્રોનિડાઝોલ, એસાઈક્લોવિર, વિટામિન બી1, બી6, બી12, પ્રોજેસ્ટેરોન, ક્લોરેમ્ફેનિકોલ, એરિથ્રોમાઈસિન અને ક્લિન્ડામાઈસિન સાલ્ટ, નિયોમાઈસિન અને ઓરનિડાઝોલ સામેલ છે. 


નોંધનીય છે કે આ નિર્દેશ ચીનથી આપૂર્તિમાં કમીને ધ્યાનમાં રાખીને આવ્યાં છે. ચીનનો હુબેઈ પ્રાંત ફાર્મા રો મટિરિયલ્સઅને એપીઆઈનો પ્રમુખ સ્ત્રોત છે. જે કોરોના વાઈરસના રોગચાળાનું પ્રમુખ કેન્દ્ર છે. ડીજીએફટીના નોટિફિકેશનમાં કહેવાયુ છે કે આ એપીઆઈથી બનેલા વિશેષ એપીઆઈ અને ફોર્મ્યુલેશનની નિકાસ તત્કાળ પ્રભાવથી અને આગામી આદેશો સુધી પ્રતિબંધિત છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...